અંકલેશ્વર તરુણ કોસામીયા એ ડેડલિફ્ટમાં મેળવ્યો પ્રથમ ક્રમાંક
બેન્ચપ્રેસમાં ત્રીજા ક્રમ સાથે મેડલ હાસિલ કર્યા
તરૂણે પોતાના ટ્રેનર અને ઓલિમ્પિયા જીમના સંચાલકનો આભાર માન્યો
અંકલેશ્વર ઓલિમ્પિયા જીમમાં ટ્રેનિંગ લઇ રહેલા વેલાછા ગામના તરુણ કોસામીયાએ સુરત ડીસ્ટ્રીક પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં જુનિયર 75 થી 83 KG વજન કેટેગરીમાં ડેડલિફ્ટમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો
સુરત શ્રી બાલાજી વ્યાયામ શાળા ખાતે ડીસ્ટ્રીક પાવર લિફ્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામા અંકલેશ્વર ઓલિમ્પિયા જીમમાં ટ્રેનિંગ લઇ રહેલા તરુણ કોસામીયાએ ડેડલિફ્ટ અને પાવર લિફ્ટિંગમાં ભાગ લઈ કાઠું કાઢ્યું હતું જેમાં વેલાછા ગામના તરુણ કોસામીયાએ જુનિયર 75 થી 83 KG વજન કેટેગરી ડેડલિફ્ટમાં પ્રથમ ક્રમ સાથે વિજેતા બન્યા હતા જ્યારે બેન્ચપ્રેસમાં ત્રીજા ક્રમ સાથે મેડલ હાસિલ કર્યા હતા તરૂણે પોતાના ટ્રેનર અને ઓલિમ્પિયા જીમના સંચાલક મોન્ટુભાઈ પટેલનો આભારમાન્યો હતો
વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર