નર્મદા જીલ્લાની કુલ-૪ તથા છોટાઉદેપુર જીલ્લાની કુલ-૪ અનડીટેક્ટ ઘરફોડ ચોરીડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા.
નર્મદા જીલ્લાની કુલ-૪ તથા છોટાઉદેપુર જીલ્લાની કુલ-૪મળી ને કુલ આઠ અનડીટેક્ટ ઘરફોડ ચોરીને ઝડપી પાડવામા એલ.સી.બી. નર્મદા પોલીસને સફળતા મળી છે.ઘરફોડ ચોરીના ગુનાઓમા સંડોવાયેલ કુખ્યાત સીકલીગર ગેંગને પોલીસે ઝડપી પાડીછે.
આ બાબતે પોલીસ અધિક્ષક નર્મદાના પ્રશાંત સુંબેએજીલ્લામાં મિલ્કતસબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેક્ટમિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સુચનાઅને માર્ગદર્શન આપેલ.તે મુજબ એ.એમ.પટેલ, પોલીસઇન્સ્પેક્ટર એલ.સી.બી.ને ટેક્નીકલ સર્વેલન્સ તથાઅંગત બાતમીદારોથી હકીકત મળેલ કે ગરૂડેશ્વર વિસ્તારમાં રહેતા સંતોકસીંગ સીકલીગર તથા વડોદરાનારાજેન્દ્રસીંગ સીકલીગર અલગ-અલગ માણસોની ગેંગ બનાવી રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરે છેએવી બાતમી મળતાં . જેઓનીતપાસ તેમજ વોચમાં રહી એલ.સી.બી. પો.ઇન્સ. તથા બી.જી.વસાવા પો.સ.ઇ. એલ.સી.બી. તથા સ્ટાફ ના માણસો સાથે સીકલીગેરે ગેંગના સભ્યોને રાત્રી દરમ્યાન હાઇ-વે રોડ ઉપરથી ચોરી કરવાના ઇરાદેનીકળેલ ત્યારે ઝડપી પાડવામાં આવ્યા હતા.
વિડિઓ જર્નલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા