Satya Tv News

સુરત ડિંડોલી પેવેલિયન પ્લાઝાની ઘટના

16 વર્ષના તરુણે 12 વર્ષની કિશોરીને બાહોમાં જકડી કરી છેડતી

કિશોરીએ રડતા રડતા પિતાને જાણ કરતા પરિવારે નોંધાવી ફરિયાદ

સુરત માં કિશોરી સાથે સતત છેડતી ઘટના સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી 16 વર્ષીય તરુણે 12 વર્ષની કિશોરીને બાહોમાં જકડી લેતા કિશોરી રડતી રડતી પરિવાર પાસે પોહચી હતી જોકે પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કિશોરની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહીયો છે તેની પાછળ પોલીસની નિષ્ક્રિયા પગલે સતત હત્યા બળાત્કાર ને નાની બાળાઓની છેડતીની ફરિયાદ સામે આવી રહી છે ત્યારે વધુ એક કિશોરી સાથે છેડછાડ નો મામલો સામે આવતા સ્થાનિક લોકો સાથે પોલીસ પણ ચોંકી ઉઠી હતી 12 વર્ષની કિશોરીની છેડતી અન્ય કોઈ નહીં પણ 16 વર્ષના કિશોરે કરી હોવાની ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતીસુરતના ડિંડોલી પેવેલિયન પ્લાઝાની ગ્રાઉન્ડ ફ્લોર પર ચા ની દુકાન ધરાવતા યુવાનની ધો.8 માં અભ્યાસ કરતી 12 વર્ષીય પુત્રી આજે સવારે 10.30 વાગ્યે પેવેલિયન પ્લાઝાના જ ત્રીજા માળે કાલી માતાના મંદિરે દર્શન કરવા ગઈ હતી. 11.30 વાગ્યે તે લિફ્ટમાં નીચે ઉતરતી હતી ત્યારે લિફ્ટમાં હાજર એક છોકરાએ તેને અચાનક બાહોમાં જકડી લીધી હતી. કિશોરીએ લિફ્ટનો દરવાજો ખોલવા પ્રયાસ કરતા છોકરાએ દરવાજો બંધ કરી ફરી તેને બાહોમાં જકડી લીધી હતી જોકે કિશોરની પાસેથી છટકી અને દરવાજો ખોલી બહાર નીકળી ગઈ અને પરિવાર પાસે પહોંચી પોતાની સાથે બનેલી ઘટના પરિવારને જણાવી હતી જેના આધારે પરિવાર તાત્કાલિક કિશોરી સાથે સુરતના ડિંડોલી પોલીસ મથકે આ મામલે ફરિયાદ આપી હતી જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે છેડતી કરનાર કિશોરની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

વિડિઓ જર્નલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: