SOU ખાતે સફાઈ કરતી. બીવીજી કંપનીનો કોન્ટ્રાક્ટ્ર રદ થતા 150જેટલાં કર્મીઓ બેરોજગાર થઈ જતા આ 150કર્મીઓને અન્ય સ્થળે સમાવવા માટે રજૂઆત કરવા સાંસદ મનસુખવસાવાને કર્મચારીઓનુ પ્રતિનિધિ મંડળમળ્યું હતું. અને સાંસદને રજુઆત કરી હતી. રજૂઆત થોડાક જ કલાકમા કર્મચારીઓના પ્રશ્નોને ન્યાય આપવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
પત્રમાં જણાવ્યું હતું કે એકતાનગર ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નો થકીવિશ્વકક્ષાના અનેકવિધ પ્રોજેક્ટો કાર્યરત થયા છે.અને સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ મુલાકાતલેવા મોટી સંખ્યામાં આવે છે. એકતાનગર ખાતે રસ્તાઓની સાફ સફાઇની કામગીરી બીવીજી ઇન્ડિયા લિમિટેડને ફાળવામાં આવેલ હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોને રોજગારીઉપલબ્ધ થતી હતી. પરંતુ SOUADTGA દ્વારા આધુનિક રોડ સ્વીપર મશીન દ્વારારસ્તાઓની સાફ સફાઇ કરાવામા આવે છે. જેથી ૧૫૦ કરતા પણ વધારે કર્મચારીઓ હાલમાંરોજગારી વગરના થઈ ગયા હોવાથી સ્થાનિક છુટા થયેલ કર્મચારીઓ પાસે આજીવિકા માટેહાલમાં બીજો કોઇ વિકલ્પ ના હોય જેથી SOUADTGA દ્વારા આધુનિક રોડ સ્વીપર મશીનદ્વારા રસ્તાઓની સાફ સફાઇ બંધ કરવામા આવે.અને અગાઉની સ્થિતિને બહાલ રાખવામાં આવે એના માટે આપની કક્ષાએથી યોગ્ય ઘટતું કરવા મારી અંગત લાગણી પત્ર દ્વારા વ્યક્ત કરીહતી
વિડિઓ જર્નલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા