Satya Tv News

ઇન્ડિયન ટી એક્સપોર્ટ્સ એસોસિએશનના ચેરમેનનો દાવો

2021માં ભારતે રૃ.5248 કરોડમાં 19.59કરોડ કીલો ચાની નિકાસ કરી હતી

નક્કી કરેલા માપદંડથી વધારે જંતુનાશકો અને રસાયણોનુૂં પ્રમાણ હોવાને કારણે અનેક દેશો અને ડોમેસ્ટિક ખરીદી કરનારાઓએ ભારતીય ચાનો મોટો જથ્થો પરત કરી દીધો છે તેમ ઇન્ડિયન ટી એક્સપોટર્સ એસોસિએશન (આઇટીઇએ)ના ચેરમેન અંશુમાન કાનોરિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

ચાના વૈશ્વિક બજારમાં કટોકટીગ્રસ્ત શ્રીલંકાની સ્થિતિ નબળી પડવાનો લાભ લેવા માટે ઇન્ડિય ટી બોર્ડ ચાની નિકાસ વધારવું માગતું હતું પણ અનેક દેશોએ ચાનો મોટો જથ્થો પરત કરતા નિકાસમાં ઘટાડો થઇ રહ્યો છે.

કાનોરિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે દેશમાં વેચાતી ચા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ)ના માપદંડને અનુરૃપ હોવી જોઇએ. જો કે મોટા ભાગના ખરીદનારાઓ એવી ચા ખરીદે છે જેમાં રસાયણનું પ્રમાણ વધારે હોય છે.

ઉલ્લેખનીય છે કે2021માં ભારતે 19.59 કરોડ કીલો ચાની નિકાસ કરી હતી. ભારત પાસેથી ચા ખરીદનારા દેશોમાં કોમનવેલ્થના દેશો અને ઇરાનનો સમાવેશ થાય છે. બોર્ડે ચાલુ વર્ષે ૩૦ કરોડ ચાની નિકાસ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ભારતે 2021માં કુલ 5246કરોડ રૃપિયાની ચાની નિકાસ કરી હતી.

error: