પ્રથમ જ્યોતિર્લીગ સોમનાથ મહાદેવ મંદિરને નવું રૂપ આપવા રંગરોગાન સહિતની કામગીરી હાથ ધરાઇ છે.સોમનાથ મહાદેવનું મંદિર નવા રૂપરંગમાં જોવા મળશે આઠ વર્ષ બાદ નવું કલર કામ શરૂ કરાયું
આગામી શ્રાવણ માસ દરમિયાન યાત્રાધામ સોમનાથ ખાતે ભગવાન સોમનાથ મહાદેવનું મંદિર નવા રૂપરંગમાં જોવા મળશે. સોમનાથ મંદિરમાં આઠ વર્ષ બાદ નવું કલર કામ શરૂ કરવામાં આવ્યું છે. અંદાજિત બે માસ સુધી ચાલનારા આ કામમાં એક કરોડ રૂપિયાના ખર્ચે રંગરોગાન કરવામાં આવશે. તેમાં વિવિધ કેમિકલ્સ અસ્તર અને કલર કામથી મંદિર બે માસ બાદ સુંદર અને અનોખા દર્શનનું સ્થાન બનશે. આગામી શ્રાવણ માસમાં સોમનાથ આવનારા ભાવિકોને સોમનાથનું મંદિર નૂતન અને દર્શનીય જોવા મળશે.
બે માસ ચાલનારા કામમાં કરાશે એક કરોડથી વધુનો ખર્ચ
પ્રથમ જ્યોતિર્લીગ સોમનાથ મહાદેવ મંદિરને આગામી શ્રાવણ માસ અગાઉ નવા રૂપરંગ સાથે અદભૂત અને નયનરમ્ય બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. યાત્રાધામ સોમનાથમાં પૌરાણિક સોમનાથ મહાદેવના મંદિરને નવો કાયાકલ્પ આપવા માટે આઠ વર્ષ બાદ નવું કલર કામ શરૂ કરવામાં આવ્યું છે. જે કામ અંદાજિત બે માસ ચાલશે અને રૂપિયા એક કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે.
ખારાશ વાળા હવામાનને કારણે વિવિધ કેમિકલ્સ અસ્તર સહિતનો ઉપયોગ કરાશે
અરબ સાગરને કિનારે આવેલ સોમનાથ મંદિર દરિયાની ખારાશ વાળા હવામાનને કારણે સ્પેશિયલ પ્રકારે તેમાં વિવિધ કેમિકલ્સ અસ્તર સહિતના કલર કામથી મંદિર સુંદર અને અનોખા દર્શનનું સ્થાન બનશે. સોમનાથ મંદિરના આ રીનોવેશનમાં દરિયાઈ ખારાશને કારણે પથ્થરો કે મંદિરને આવતા આઠેક વર્ષ સુધી કોઈ નુકસાન ન થાય તેની ખાસ કાળજી રાખવા માટે આ કામ શરૂ કરાયું છે જે કામ આગામી બે માસ ચાલશે. જેથી આગામી શ્રાવણ માસમાં સોમનાથ આવનારા ભાવિકોને સોમનાથનું મંદિર નૂતન અને દર્શનીય જોવા મળશે.