Satya Tv News

છેલ્લા 3 વર્ષથી સતત 100 % પરીણામ લાવતી એક માત્ર રાજપીપલાની શાળા નવદુર્ગા હાઈસ્કૂલે ટોપ ટેનમાં ત્રીજા, અને પાચમાં ક્રમે આ શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓ આવી પરિણામ પણ આવ્યું છે.

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-10 નું પરિણામ જાહેર થયું હતું. જેમા નર્મદા જિલ્લાનું પરિણામ 62.41 ટકા જાહેર થયું હતું.
જેમાં 7231પૈકી A1ગ્રેડમા માત્ર16જ વિદ્યાર્થીઓ આવ્યાછે. જ્યારે 7 સ્કૂલોનુ 100%પરિણામ આવ્યુંછે. જેમાં રાજપીપલાની નવદુર્ગા હાઈસ્કૂલનુ પરિણામ પણ 100%આવ્યું છે. આ સ્કુલ માટે વિશેષ ગૌરવની વાત એ છેકે છેલ્લા 3 વર્ષથી સતત 100 % પરીણામ આ શાળાનુ આવે છે. રાજપીપલા ની આ એકમાત્ર શાળા છે.અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ નોન ગ્રાન્ટેડ શાળા છે ગત બે વર્ષમાં કોરોના કાળ હોવા છતાં આ શાળાએ 100%પારીણામ જાળવી રાખ્યું છે.

આ અંગે આચાર્યા રીનાબેન પંડ્યા એ જણાવ્યું હતું કે આ વર્ષે પણ મારી શાળાનુ પરિણામ 100%આવ્યું છે. જેમાં 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 7 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.જોકે જિલ્લા માંટોપ ટેનમાં ત્રીજા, અને પાચમાં ક્રમે આ શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓ આવી છે સમગ્ર જિલ્લા માં ત્રીજા ક્રમે ચૌહાણ ખુશી 99.58%પીઆર સાથે,જયારે પાંચમા ક્રમે બે વિદ્યાર્થીનીઓ આવી છે જેમાં કારિયા ખુશી અને તસ્લીમ વ્હોરા બન્નેએ 99.09%પીઆર મેળવ્યો છે.

આ આચાર્યા રીનાબેન તથા ટ્રસ્ટી નિમેષ પંડ્યાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પ્રત્યે વ્યક્તિગત ધ્યાન, શિક્ષકોની મહેનત અને યોગ્ય માર્ગદર્શનને કારણે આ સારુ પરિણામ મેળવી શક્યા છે એનો આનંદ છે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

error: