સુરત 5 મોટરસાઇકલ ચોરી કરતા યુવક ઝડપાયા
ચોરીની 10 મોટરસાયકલ સાથે ઝડપાયા આરોપી
આરોપીઓ મોજશોખ માટે વાહનચોરી કરતા હોવાનું બહાર આવ્યું
સરથાણા પોલીસે બાતમીના આધારે 5 યુવકોને ચોરીની 10 મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં સરથાણા પોલીસ મથકના ૭ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા જયારે ઝડપાયેલા આરોપીઓ મોજશોખ માટે વાહનચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતુંસુરત શહેરમાં વાહનચોરીના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે ત્યારે સરથાણા પોલીસે ૫ યુવકોને ચોરીની ૧૦ બાઈક સાથે ઝડપી પાડવામાં સફળતા મહી હતી. સરથાણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે સીમાડા પાસે રહેતા જેનીશ જયંતીભાઈ રૂપાપરા, અમિષ વિપુલભાઈ અમૃતિયા, સીમાડાગામ વ્રજ ચોક પાસે રહેંતા આકાશ ભાઈ ઉર્ફે સ્કાઈ વશરામભાઈ દેસાઈ, કામરેજ ગામ પાસે રહેતા ગોવિંદ ભાઈ રમેશભાઈ રબારી અને યોગીચોક પાસે રહેતા ધ્રુવીક ઉર્ફે ડી.કે. હિતેશભાઈ ભંડેરીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની ૧૦ બાઈક કબજે કરી હતી. પોલીસ તપાસમાં સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા ૭ વાહનચોરીના ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા. વધુમાં આરોપીઓ મોજશોખ માટે વાહનચોરી કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ મામલે સરથાણા પોલીસે આરોપીઓની ધરપકડ કરી ૧૦ બાઈક કબજે કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વિડિઓ જર્નલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત