Satya Tv News

વાગરા તાલુકાની ૧૪ શાળાઓના ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ સમરકેમ્પ નો લાભ

વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ અભ્યાસેતર રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ દોરાય તે હેતુસર અદાણી ફાઉન્ડેશન- દહેજ દ્રારા સમર કેમ્પ્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ.સંસ્થા દ્રારા સંચાલિત ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.૧૫ દિવસીય સમર કેમ્પ દરમિયાન વાગરા તાલુકાની ૧૪ શાળાઓના ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સમર કેમ્પમાં બાળકોમા રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી જિજ્ઞાસાવૃત્તિ વધારવા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

સમર પ્રવૃત્તિઓનું પહેલુ સત્ર શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક (સહ-અભ્યાસક્રમ) ક્ષેત્રો પર કેન્દ્રિત રાખવામાં આવ્યુ હતું.જેમાં પ્રાથમિક શાળાના બાળકોને શીખવાની ક્ષમતા સુધારવા પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.આ રચનાત્મક પ્રવૃત્તિઓ થકી ધોરણ ૧ થી ૮ ના બાળકોએ વાંચન, અંકગણિત અને વિજ્ઞાન વિશે વધુ માહિતી પ્રાપ્ત કરી હતી. જેમાં સ્ટોરી કાર્ડ્સ અને પુસ્તકો વાંચવા, લીફ આર્ટ,ઓરિગામિ, કઠપૂતળી બનાવટ,રૂમાલ અથવા ટી-શર્ટ પેઇન્ટિંગ,ગ્રીટિંગ કાર્ડ્સ,ફ્લેમલેસ રસોઈ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરાયો હતો.

વેકેશનમાં મોટાભાગની શાળાઓ બંધ રહેતી હોય છે, તેવામાં આ પ્રકારની સમર લર્નિંગ પ્રવૃત્તિઓથી બાળકોમાં કૌશલ્ય વર્ધન થાય છે.શહેરની સરખામણીએ ગામડાંની શાળાઓમાં બાળકો અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પછાત રહી જતા હોય છે.સમરકેમ્પમાં થતી પ્રવૃત્તિઓ થકી બાળકો રમતા-રમતા જ્ઞાન અને વિજ્ઞાનની વાતો સમજી શકે છે.સ્પેલેથોન એ એક એવી પ્રવૃત્તિ છે,જે વિદ્યાર્થીઓને તેમના શબ્દભંડોળ વધારવા અને જોડણી કસોટીની તક પૂરી પાડે છે.ઉત્થાન સહાયકોના સહકારથી આયોજિત આવા સમર લર્નિંગ કેમ્પસ બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સમરકેમ્પમાં વાગરા તાલુકાના લખીગામ, લુવારા, જાગેશ્વર,દહેજ (કુમાર અને કન્યા),જોલવા,સુવા,રહિયાદ, કોલિયાદ,વેગણી અને કલાદરા ગામના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.બાળકોમાં જ્ઞાનવર્ધન માટેના રસપ્રદ પ્રયોગને વધાવતા જાગેશ્વર ગામના સરપંચ નગીનભાઇ સહિત મહાનુભાવોએ ઉત્થાન સહાયકોને અભિનંદન પાઠવ્યા હતા.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા

error: