વડોદરાની ક્ષમા બિંદુએ આખરે પોતાની સાથે આત્મવિવાહ કરી લીધા છે. ગણતરીના લોકોની હાજરીમાં તેણે ઘરમાં જ લગ્નવિધિ કરી હતી. જ્યાં તેણે હળદી સમારોહથી લઈને સાત ફેરા સુધીની વિધિઓ કરી હતી. આત્મવિવાહના ઉઠેલા વિરોધને કારણે તેણે નક્કી કરેલી તારીખના બે દિવસ પહેલા જ તેણે ઘરે સાદગીથી લગ્ન કરી લીધા હતા. આમ, દેશમાં પહેલા આત્મવિવાહ સંપન્ન થયા છે અને ક્ષમા આત્મવિવાહ કરનારી દેશની પહેલી યુવતી બની છે.
ક્ષમા બિંદુએ 8 જૂને સાંજે પોતાના ઘરે જ આત્મવિવાહ કરી લીધા હતા. ક્ષમાએ અગાઉ 11 જૂને લગ્ન કરવાની જાહેરાત કરી હતી. ક્ષમાના આત્મવિવાહને લઈ ભાજપ નેતા સુનિતા શુક્લએ વિરોધ કર્યો હતો. મંદિરમાં આત્મવિવાહ કરવાનો વિરોધ થતાં તેમણે ઘરે જ લગ્ન કર્યા હતા. ક્ષમાએ 8 થી 10 મિત્રોની હાજરીમાં આત્મવિવાહ કર્યા હતા. પૂજારી ન મળતાં બ્લુ ટૂથ પર મંત્ર વગાડી પોતાને જાતે ફેરા ફરી લીધા હતા. આમ, ક્ષમાએ વિરોધના ડરે ગુપ્ત રીતે આત્મવિવાહ કર્યા છે.
હિન્દુ રીતિરવાજ પ્રમાણે જેમ વર અને કન્યા હોય છે, તેમ તે કન્યા પણ બની અને વર પણ બની. આ પળને ખાસ બનાવવા માટે તેણે અરીસામાં પોતાનુ પ્રતિબંધ જોયુ હતું. તેને જીવનમાં પુરુષની જરૂર નથી. ત્યારે સવાલ એ છે કે, શું આ લગ્નની માન્યતા ભારતમાં છે કે કેમ.