Satya Tv News

અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં વડ સાવિત્રીનું વ્રતની કરી ઉજવણી કરાય
મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વડ સાવિત્રીનું વ્રતની કરી ઉજવણી..
પૂજા-અર્ચના કરી વડ સાવિત્રીનું વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી

અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં સૌભાગ્ય વતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વડ સાવિત્રીનું વ્રતની ઉજવણી કરી હતી.

દેશભરમાં સૌભાગ્ય વતી મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કારવા માટે વડ સાવિત્રી નું વ્રત તેમજ ઉપવાસ રાખીને વડ ના વૃક્ષ અને યમદેવ ની પૂજા કરે છે. તેમજ ભારતીય સંસ્કૃતિ માં આ વ્રત આદર્શ નારીત્વ નું પ્રતિક માનવામાં આવે છે વડ સાવિત્રી ના વ્રત માં વડ અને સાવિત્રી, બંને નું પણ ખુબજ વિશેષ મહત્વ હોય છે,હિંદુ ધર્મ શાસ્ત્રો અનુસાર પીપળાના વૃક્ષ ની સામે વડ નું વૃક્ષ એટલે કે બરગદ ના વૃક્ષ નું પણ એટલું જ મહત્વ ધરાવે છે. આ વૃક્ષ ને પણ વિશેષ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આપણા પ્રાચીન પૂરનો અનુસાર વડ વૃક્ષ ના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં ભગવાન વિષ્ણુ અને અગ્રભાગ માં ભગવાન શિવ નો વાસ માનવામાં આવે છે. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે તેને નીચે બેસીને પૂજા તેમજ વ્રતકથા વગેરે સાંભળવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.જેથી મહિલાઓ દ્વારા પોતાના પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે આજરોજ ભરૂચ શહેર ના વિવિધ મંદિરો ના પટાંગન અને સોસાયટીઓ માં આવેલા વડના વૃક્ષની પ્રદિક્ષણા કરી પૂજા-અર્ચના કરી વડ સાવિત્રીનું વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ સુનીલ પરમાર સાથે રોહિત ગોહિલ સત્યા ટીવી ભરૂચ

error: