Satya Tv News

સરદાર સરોવરમાં ૭૧૨ મિલિયન ક્યુબિક મીટરજેટલા પાણીનો સંગ્રહ છે.ઉપરવાસમાંથી ૩૩૨ કયૂસેક્સ
પાણીની આવક થઇ છે.

આમ તો રાજ્યમાંભરમા 17 જિલ્લાઓમ ચોમાસાનું આગમન થઇગયું છે. થોડા દિવસોથી પ્રી મોન્સૂનનાભાગરૂપે મોટાભાગના વિસ્તારોમાંવરસાદ વરસી રહ્યો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહીપ્રમાણે, આગામી પાંચ દિવસ સુધીરાજ્યમાં ભારેથી સામાન્ય વરસાદવરસવાની આગાહી કરવામાં આવીછે. આ બધાની વચ્ચે એક રાહતરૂપસમાચાર સામે આવી રહ્યા છે. હાલસરદાર સરોવર નર્મદા ડેમની સપાટી૧૧૬.૪૬ મીટર છે. ડેમની મહત્તમસપાટી ૧૩૮.૬૮ મીટરની છે.ઉપરવાસમાંથી ૩૩૨ કયૂસેક્સપાણીની આવક થઇ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, સરદાર સરોવરમાં ૭૧૨ મિલિયન ક્યુબિક મીટરજેટલા પાણીનો સંગ્રહ છે. છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં પાણીનો જથ્થોઓછો છે પરંતુ આ સીઝનમાં ચાલેએટલું પાણી સરદાર સરોવરમાં રહેલુંછે. જો આ સીઝનમાં૧૩૫ મીટરઉપર જશે તો રિવરબેડ પાવરહાઉસના તમામ ટર્બાઈનો ચાલુકરીને વીજ ઉત્પાદન વધારો કરી દેવામાં આવી શકે છે. જેથી લોકોનેઆ વખતે પાણીની અછત નહીં પડેતેવી શક્યતા છે. આ સાથે અન્ય એકરાહતના સમાચાર સામે આવી રહ્યાછે કે, રાજ્યમાં ૩૦ ડેમો એવા છે કેજે ૧૦૦ વર્ષ કરતાં પણ જૂના છે પરંતુહજુ સુધી અડીખમ છે. લોકસભામાંકેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયે રિપોર્ટરજૂ કર્યો છે જેમાં જણાવવામાં આવ્યુંછે કે, ગુજરાતમાં નાનામોટા થઇને૬૩૦ ડેમો છે. જેમાંથી ૩૦ ડેમ એવાછે જેને ૧૦૦ વર્ષથી વધારે પૂર્ણ થયાછે પરંતુ તે અત્યારે પણ મજબૂત અનેસલામત છે. તેની પાછળનું કારણ છેકે, કેન્દ્રીય જળ આયોગ દ્વારા ડેમોનીસારસંભાળ અનેજાળવણી કરવામાં આવી રહી છે.

વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: