ત્રણ ઈ.ઓટોરિક્ષાઓને બોલેરો સાથે નડ્યો અકસ્માત
ત્રણેય ઈરીક્ષા પલ્ટી ખાઈજતા અને ત્રણેયરિક્ષાની મહિલા ચાલકને ઈજાઓ પહોંચી
એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈ રીક્ષાઓને માથેપનોતી બેઠી હોય એમ લાગી રહ્યું છે. બે દિવસ પહેલા જ એક ઈ રીક્ષામા આગ લાગવાની ઘટનામા રીક્ષા ભસ્મિભૂત થઈ હતી. આ ઘટનાના સમાચારની શાહી હજી સુકાઈ નથી ત્યાંજ વધુ એકઘટના ત્રણ ઈ રિક્ષાને નડેલા અકસ્માતની ઘટના ઘટવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બીજે દિવસે પ્રવાસીઓને મૂકીને પરત જઈ રહેલી ત્રણ ઇલેક્ટ્રિકરિક્ષાને એક બોલેરો ગાડીના ચાલકે પુરઝડપે ચલાવી ટક્કર મારીઅકસ્માત કર્યો હતો. જેમાં ત્રણેય રીક્ષા પલ્ટી ખાઈ ગઈહતી. જેમાં ત્રણેયરિક્ષાની મહિલા ચાલાકને ઈજાઓ પહોંચતા ત્રણે ને ગરુડેશ્વર આરોગ્ય
કેન્દ્રમાં સારવાર માટેદાખલ કરવામાં આવી હતી.
પઅત્રે ઉલ્લેખનીય છે કે કેવડિયા એકતા નગરને સરકાર ઇકો ફ્રેંડલી જાહેર કરી ઇલેક્ટ્રિક વિહિકલ સીટી બનાવવા જઈ રહી
છે. ત્યારેઅહીં માત્ર ઇલેક્ટ્રિકવાહનો દોડાવમા આવી રહ્યા છે જેમાં ગુલાબી રંગની ઈ રીક્ષાઓ જે ને મહિલા ચાલક ચલાવી રહી છે. ત્યારે પ્રથમ ટ્રાયલ બેઝ માટે ૫૦ જેટલી ઈ-રીક્ષા રાખવામાં આવી હતી. જયારે ૧૦ જેટલી ઇલેક્ટ્રિક કારલાવવામાં આવી છે. ત્યારે કોન્ટ્રાક બેઝ થી આ વાહનો ચાલતાહોય, જેમાં હજુ ટ્રાયલ બેઝમાં ગુલાબી ઓટો રીક્ષાની ગુણવત્તા સામેસવાલો ઉભા થયા છે.
અકસ્માત મા રીક્ષા પલ્ટી ખાઈ જતારીક્ષાનેભારે નુકશાન થયાના અહેવાલ છે. આ રીક્ષાઓપ્રવાસીઓને મૂકીને સ્ટેચ્યુ ઓફયુનિટી પરથી પ્રવાસીઓને પરત લેવા જતા હતા. ત્યારે લીમડીગામ પાસે પૂર ઝડપે એક અજાણી બોલેરો ગાડીના ચાલકે ત્રણેય રીક્ષાઓને ટક્કર મારી ચાલક નાસીછૂટ્યો હતો.
જોકે અંદર સવાર મહિલા ચાલકોને તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર ખાતેલઇ જવામાં આવ્યા હતા.આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા