અંકલેશ્વરના હસ્તી તળાવ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ભૈરવ પીતાંબર શાહ અંકલેશ્વરના ત્રણ રસ્તા શાક માર્કેટમાં શાકભાજીનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત રોજ બપોરના સમયે તેઓ માર્કેટના ઉભા હતા તે દરમિયાન બાઈક પર આવેલ વેપારીએ ભૈરવ શાહે બાઈક ચાલકને ભટકાતા ભાઈ હોર્ન વગાડો કે બૂમ પાડો તેમ કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો ઉંચ્ચારી અન્ય ઈસમો ઐયુબ અને સફી વેપારીને માર કર્યો હતો અને ધમકી આપી જતા રહ્યા હતા
જ્યારે મોહંમદ રઇસ રફીક મોહંમદ શેખએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ બાઈક પર લસણનો જથ્થો લઈ શાક માર્કેટમાંથી પસાર તે દરમિયાન ભૈરવ શાહ માર્ગની વચ્ચે ઉભો હતો જેને આ બાઈક અડી જતા આવેશમાં આવી ભૈરવ શાહ સાથે માથાકૂટ થઈ હતી જે ઝઘડામાં આવેશમાં આવી આવી ગયેલ ભૈરવ શાહે છુટ્ટી ઈંટ મારી દેતા રસઇ શેખને ઇજાઓ પહોંચી હતી આ મારા મારી અંગે શહેર પોલીસે સામસામી પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.