Satya Tv News

અંકલેશ્વર પંથકના ઉદ્યોગકરો ચોમાસા તાણે બન્યા બેલગામ

વરસાદી કાંસ અને ખાડીઓમાં વિપુલ માત્રામાં કેમિકલયુક્ત પાણી

ખાડીમાં વહી રહેલું દુષિત પાણીના દ્રશ્યો આવ્યા સામે

વરસાદની સાથે અંકલેશ્વર અને પાનોલી નોટિફાઇડની પોલ ખુલી

અંકલેશ્વરમાં રાત્રીના સમયે પડેલા ભારે વરસાદમાં પંપિંગ સ્ટેશનમાંથી કેમિકલ યુકત પાણી વરસાદી કાંસ અને ખાડીમાં વહી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આમલાખાડી, અમરાવતી અને છાપરાં ખાડીમાં કેમિકલવાળા પાણીથી લોકો તેમજ પશુઓનો આરોગ્ય સામે જોખમ ઉભું થવા પામ્યું છે.

અંકલેશ્વર પંથકમાં ગત મોડી સાંજના સમયે ચાલુ વરસાદમાં આમલાખાડી ખાડીમાં પ્રદૂષિત પાણી વહેતુ જોવા મળ્યું હતુ.

YouTube player

વાલિયા ચોકડી પાસે આવેલાં ફાઈનલ પમ્પિંગ સ્ટેશનમાં આવતી ઇફલુઅન્ટ પાઈપલાઈન દ્વારા ખાડીમાં જતું જોવા મળ્યું હતુ. જ્યાં કેમિકલ ઝાખ મોટી માત્રામાં જોવા મળ્યો હતો સાથે તે હવામાં ભ્રમણ કરતો પણ મીડિયાના કેમેરામાં કેદ થયો હતો. આ ઉપરાંત અંકલેશ્વર અને પાનોલી નોટીફાઈડ હદ-વિસ્તારમાંથી પણ વરસાદી પાણીની સાથે મોટા પ્રમાણમાં પ્રદૂષિત પાણી આવી રહ્યું હતું. આ પાણી આમલાખાડી ખાડીમાં જતું હતું જેથી ખાડી પ્રદૂષિત થઇ હતી. જેને લઇ નોટીફાઈડ તથા અન્ય વિભાગની બેદરકારીના કારણે આવી ઘટનાઓ બની રહી હોય તે વાત ને નકારી શકાય તેમ નથી.

વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: