Satya Tv News

ફિલ્મ મેકર લીના મણિમેકલાઈની (Leena Manimekalai) અપકમિંગ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ કાલીના પોસ્ટરને લઈ નવો વિવાદ છંછેડાયો છે. સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિવાદ થયા બાદ શોર્ટ ફિલ્મ કાલીની ડાયરેક્ટર લીના મણિમેકલાઈએ ચોંકાવનારું નિવેદન પણ આપ્યું છે.

ફિલ્મ મેકર લીના મણિમેકલાઈની અપકમિંગ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ કાલીના પોસ્ટરને રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મના પોસ્ટરમાં મહાકાલી માતાને સિગરેટ પીતાં દર્શાવામાં આવ્યું છે. આ સાથે કાલી માંના હાથમાં LGBTQનો ફ્લેગ પણ જોવા મળે છે. આમ કાલી માંને સિગરેટ પીતાં દર્શાવામાં આવતાં સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે બોલીવુડના મશહૂર ફિલ્મ મેકર અશોક પંડિતે રોષ વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું હતું અને કહ્યું કે, સુપ્રિમ કોર્ટ જેમના દ્વારા હાલમાં જ ઉદયપુરમાં કન્હૈયા લાલની હત્યામાં નૂપુર શર્માને દોષિત કહેવાઈ હતી એવામાં હવે આ કાલી ફિલ્મના મેકરને શું જેલમાં નહી મોકલવામાં આવે?

https://twitter.com/ashokepandit/status/1543811486703058945?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1543811486703058945%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fgujarati.abplive.com%2Fentertainment%2Ffilm-maker-ashok-pandit-furious-on-documentry-film-kaali-controversial-poster-779035

અશોક પંડિતના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા આવવા લાગી છે. જે અંતર્ગત એક ટ્વીટર યુઝરે લખ્યું છે કે ન્યાયતંત્ર ફક્ત તે જ લોકોની નોંધ લે છે જે રમખાણો અને પથ્થરમારાની ઘટનાઓમાં સામેલ છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે જે કોઈ પણ હિંદુ દેવી-દેવતાઓનું આ રીતે અપમાન કરે છે તેની સામે દરેક જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થવો જોઈએ.

સોશિયલ મીડિયા પર શરુ થયેલા વિરોધ વચ્ચે કાલી ફિલ્મના ડાયરેક્ટર લીના મણિમેકલાઈએ ચોંકાવનારું ટ્વીટ કર્યું હતું. લીનાએ લખ્યું કે, “ફિલ્મમાં એ ઘટનાઓની આસપાસ છે જ્યાં એક સાંજે જ્યારે કાલી માં પ્રગટ થાય છે અને ટોરંટોના રસ્તાઓ પર આંટા મારે છે. જો તમે પોસ્ટર જુઓ છો તો હેશટેગ “અરેસ્ટ લીના મણિમેકલાઈ” નહી પણ હેશટેગ “લવ યુ લીના મણિમેકલાઈ” લખો.” આમ પોતાના આ પોસ્ટરના વિરોધને ખોટો ગણાવતાં લીનાએ પોતાની ફિલ્મને પ્રેમ આપવા કહ્યું હતું. લીના આવા રિએક્શનથી સોશિયલ મીડિયા યુઝર્સે તેનો પણ વિરોધ કર્યો હતો

error: