Satya Tv News

સાસરિયાઓએ પણ દહેજ બાબતે માનસિક ત્રાસ આપ્યો

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં સાસરૂ ધરાવતી પરિણીતાના લગ્ન આઠ મહિના અગાઉ થયા હતા. પરિણીતાને દહેજ બાબતે સાસરિયા અને પતિ અવાર નવાર ત્રાસ આપતા હતા. હદ્દ તો ત્યારે થઇ દઇ જ્યારે પતિએ પરિણીતાનું ગળુ દબાવીને પતાવી દેવાનો પ્રયાસ કર્યો. આ અંગે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ઘોઘાના નાના ખોખરા ગામની યુવતીના લગ્ન આઠેક મહિના અગાઉ ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ થોડો સમય ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો. જોકે, બાદમાં પતિ સહિત સાસરિયાઓએ દહેજ બાબતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

આ ઉપરાંત પરિણીતાનો અભ્યાસ પણ છોડાવી દીધો હતો અને પતિ વારંવાર પોતાના પિયરમાંથી પૈસા લાવવા પરિણીતા પર દબાણ કરતો હતો. જ્યારે સાસરિયા મેણાં ટોણાં મારીને માનસિક ત્રાસ આપતા હતા. જોકે, પોતાનો સંસાર બગડે નહીં તેના માટે પરિણીતા બધુ મુંગામોઢે સહન કરતી હતી. આ દરમિયાન હદ્દ તો ત્યારે થઇ ગઇ જ્યારે ઉશ્કેરાયેલા પતિએ પરિણીતાનું ગળુ દબાવીને હત્યા કરવાનો પ્રયત્ન કર્યો. આ અંગે પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Created with Snap
error: