Satya Tv News

તાજેતરમાં રાજકોટ શહેર પોલીસમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ ઝાલાનામના કર્મચારીએ Facebookમાં પોસ્ટ મૂકી હતી. ફેસબુકમાં પોસ્ટ મૂક્યા બાદ ગણતરીની મિનિટોમાં પોસ્ટ ડિલીટ પણ કરી નાખી હતી. જોકે, એ.એસ.આઈ પોસ્ટ ડિલીટ કરી તે પૂર્વે કેટલાક લોકોએ તે પોસ્ટનો સ્ક્રીન શોટ પાડી લીધો હતો. આ પોસ્ટનો સ્ક્રીન શોટ બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ મામલે શહેર પોલીસ કમિશનરતરફથી તપાસના પણ આદેશ આપવામાં આવ્યા હતા. હિતેન્દ્રસિંહ ઝાલાએ પોતાની પોસ્ટમાં રાજકીય નેતા તેમને પ્રતાડિત કરતા હોય તે પ્રકારનું લખાણ લખ્યું હતું. જે બાબતે ખાતાકીય તપાસ દરમિયાન ચર્ચાતી વાત મુજબ હિતેન્દ્રસિંહ ઝાલાને પૂછવામાં આવ્યું હતું કે, રાજકીય નેતા કોણ? કઈ રીતે તેઓ તમને હેરાન કરે છે? તમારી અને રાજકીય નેતા વચ્ચે શું સંબંધો હતા?

ફેસબુકમાં પોસ્ટ મૂક્યાના ગણતરીના દિવસોમાં કુવાડવા પોલીસખાતે ફરજ બજાવનારા ASI હિતેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોઈ તેવી વિગત સામે આવી છે. હિતેન્દ્રસિંહ ઝાલાને ફેસબુક પોસ્ટ મૂકવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે અન્ય કોઈ કારણોસર તે અંગે હજુ સુધી ઊચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો.

error: