Skip to main content

Satya Tv News

અંકલેશ્વર મોપેડ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત


અકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ પહોંચી


ઇજાગ્રસ્તોને 108ની સેવા વડે હોસ્પિટલમાં ખસેડાયા

અંકલેશ્વર જી.આઈ.ડી.સીની રામદેવ ચોકડી આગળ નાળા પાસે મોપેડ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી.

અંકલેશ્વર જી.ઇ.બી.કચેરી પાસે આવેલ ઘર સોસાયટીમાં રહેતા 45 વર્ષીય અરુણાચલ વિધ્યાચલ વાસ્તવ પોતાની બાઈક નંબર-જી.જે.16.સી.કે.6443 લઈ નોકરી પરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન જી.આઈ.ડી.સી.ની રામદેવ ચોકડી આગળ નાળા પાસે સામેથી રોંગ સાઇડે ધસી આવેલ એક્ટિવા નંબર-જી.જે.16.ડી.બી.5959ના ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં અરુણાચલ શ્રીવાસ્તવ અને મોપેડ સવાર બે લોકોને ઇજાઓ પહોંચી હતી ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108ની સેવા વડે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: