અંકલેશ્વર ભાદી અને બાકરોલ ગામે વીજ વાયરોની ચોરી
કંપનીની લાઈન ઉપરથી વીજ વાયરોની ચોરી કરી તસ્કરો ફરાર
કુલ 95 હજારથી વધુના મુદ્દામાલની ચોરી
અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ અને બાકરોલ ગામની સીમમાંથી પસાર થતી વીજ કંપનીની લાઈન ઉપરથી વીજ વાયરો મળી કુલ 95 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ અને બાકરોલ ગામની સીમમાંથી વીજ લાઈન પસાર થાય છે જે વીજ લાઈનને તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ વીજ લાઈન ઉપરથી અઢી કિલોમીટરથી વધુનો વીજ વાયર મલી કુલ 95 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરે છે
વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર