Satya Tv News

વલસાડમાં 36 કલાકમાં 18 ઈંચ વરસાદ

બોડેલીમાં 14 ઈંચ વરસાદથી આફત જ આફત

રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અત્યારે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક કરી રાજ્યમાં કયા કેવી સ્થિતિ છે તેનો તાગ મેળવ્યો છે. રાજ્યભરમાં હજુ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 14 તાલુકાઓમાં 5 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ છોટા ઉદેપુરના બોડેલીમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો જાંબુઘોડામાં 10 ઇંચ, વઘઇમાં 8 ઇંચ, આહ્વામાં 7 ઇંચ, ડોલવણમાં 7 ઇંચ, સંખેડામાં 6 ઇંચ, સાગબારામાં 6 ઇંચ, સુબીરમાં 6 ઇંચ, ડેડિયાપાડામાં 6 ઇંચ, ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ, વાંસદામાં 5 ઇંચ , નસવાડીમાં 3 ઇંચ, ડભોઇમાં 3 ઇંચ, હાલોલમાં 3 ઇંચ, મહુવામાં 3 ઇંચ, કુકરમુડામાં 3 ઇંચ, તિલકવાડામાં 3 ઇંચ, ધરમપુરમાં 3 ઇંચ, વાલોદમાં 2 ઇંચ, નીઝરમાં 2 ઇંચ, અબડાસામાં 2 ઇંચ, કપરાડામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે.

error: