Satya Tv News

રાજ્યમાં 13 થી 17 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદની પડ્યો છે.અમદાવાદમાં પણ આગામી 48 કલાક સુધી ભારે વરસાદની શક્યતા છે. દ્વારકા, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં ચાલુ સિઝનનો 65 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં 94 ટકા 12 જુલાઇ સુધી પડી ગયો છે. આ સિવાય મહેસાણા, ગાંધીનગર, દાહોદમાં પણ સારા વરસાદના વરતારા છે.

ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ તંત્ર દ્વારા 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, દ્વારકા, જામનગર,રાજકોટ, મોરબી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામા આવી છે.

રાજ્યમાં મંગળવારે 161 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. વાગરામાં સૌથી વધુ 9.5 ઈંચથી વધુ વરસાદ જ્યારે અંજારમાં 8.5 ઈંચ, ભુજમાં 8 ઈંચ, ગાંધીધામમાં 7 ઈંચ, વઘઈ અને નખત્રાણામાં 6 ઈંચ વરસાદ, આહવા,રાજકોટ,કરજણમાં 5.5 ઇંચ વરસ્યો વરસાદ, વ્યારામાં 5 ઈંચ વરસાદ, ભરૂચમાં 4.75 ઈંચ, ડોલવણ અને વાંસદામાં 4.5 ઇંચ વરસાદ, જોડીયા અને માંડવીમાં 4.5 ઈંચ વરસાદ, સોનગઢ અને ઉમરપાડામાં 4.25 ઇંચ, ઝઘડીયા,મહુવા,પાદરા અને સુબીર,અબડાસા અને વાલોદમાં 4 ઇંચ વરસાદ, ભાભર,કચ્છના માંડવીમાં અને અંકલેશ્વરમાં 3.5-3.5 ઈંચ વરસાદ વરસાદ પડ્યો છે.

error: