અંકલેશ્વર જી.આઈ.ડી.સી ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે પદવીદાન સમારોહ યોજાયો
S .R .રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેકનોલોજી કોલેજનો પદવીદાન સમારોહ યોજાયો
ગ્રેડ્યુએશન થયેલા વિદ્યાર્થીઓને પદવી અર્પણ કરવામાં આવી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે વટારિયા સ્થિત યુપીએલ યુનિવર્સિટી સલગ્ન શ્રોફ એસ.આર.રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેકનોલોજી કોલેજનો પદવીદાન સમારોહ યોજાયો હતો
વાલીયા તાલુકાના વટારિયા સ્થિત યુપીએલ યુનિવર્સિટી સલગ્ન શ્રોફ એસ. આર. રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેકનોલોજી ના શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૨૦૨૨ દરમ્યાન ઉતીર્ણ વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ અભ્યુદય દબદબાભેર યોજાયો હતો.આ પદવીદાન સમારોહમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી નૈતિકા પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ કોલેજના પ્રેસિડેન્ટ અશોક પંજવાની, રોટરી કલબના મીરા પંજવાની,યુનિવર્સિટી ના કુલપતિ શ્રીકાંત વાઘ , ડીન ડૉ. સ્નેહલ લોખંડવાલા સહિત કોલેજ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિવિધ શૈક્ષણિક વર્ષના ગ્રેડ્યુએશન થયેલા વિદ્યાર્થીઓને પદવી અર્પણ કરવામાં આવી હતી.
વિડિઓ જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર