Satya Tv News

અંકલેશ્વર ન.પા.ની પેવરબ્લોક અને ગટરની તકલાદી કામગીરી
સ્થાનિકો સાથે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય
નગરપાલિકા યોગ્ય પગલા ભરે તેવી માંગ

અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં તાજેતરમાં બેસાડવામાં આવેલ પેવરબ્લોક અને ગટરની તકલાદી કામગીરીને પગલે સ્થાનિકો સાથે વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા તાજેતરમાં લોકોના સુખાકારી માટે સુરતી ભાગોળ વિસ્તારમાં પેવરબ્લોક અને ગટરની કામગીરી કરવામાં આવી હતી પરંતુ પહેલા વરસાદે પાલિકાની પોલ ખોલી દીધી છે આ વિસ્તારમાં આવેલ માર્ગ અને પેવરબ્લોક બેસી જતા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સાથે ચાંદની ધરાને પણ સરમાવે તેવા આકારના દ્રશ્યો જોવા મળ્યા છે મસમોટા ખાડાઓને પગલે દ્વિચક્રી વાહન ચાલકોને કમરના દુખાવો ઉપદે તેવા હાલ છે તો અન્ય વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો આવો આવ્યો છે જયારે સ્થાનિકોએ જાનૈયા જેટલા લોકો સાથે જઈ નગર પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી પરંતુ પાલિકાના સત્તાધીશો પોતાની મસ્તીમાં જ વ્યસ્ત હોવાથી કામગીરી તો થઇ પણ તેમાં કોઇપણ જાતનો ભલેવાર નહિ તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.હાલ તો નગર પાલિકાની તકલાદી કામગીરીને પગલે ચોમાસાની સીઝનની શરૂઆત સાથે લોકો ઉપર દુખ તૂટી પડ્યું છે તેવા સમયે નગર પાલિકા યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠી છે.

વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: