કઠોળ પર પાંચ ટકા જી.એસ.ટી. વધારો
અંક્લેશ્વર ગોયા બજાર સ્થિત અનાજના વેપારીઓ આક્રમક મૂડમાં દેખાયા
સરકાર દ્વારા જી.એસ.ટી.પરત ખેંચવામાં નહી આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી
કઠોળ પર પાંચ ટકા જી.એસ.ટી. વધારાના મુદ્દે અંક્લેશ્વર ગોયા બજાર સ્થિત અનાજના વેપારીઓ આક્રમક મૂડમાં દેખાયા હતા. વધુમાં આવનારા દિવસોમાં જો સરકાર દ્વારા જી.એસ.ટી. પરત ખેંચવામાં નહી આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
તાજેતરમાં મળેલી જી.એસ.ટી. કાઉન્સિલની બેઠકમાં અનબ્રાન્ડેડ પેક અનાજમાં સમાવિષ્ટ ઘઉં, ચોખા, કઠોળ, લોટ જેવાં વિવિધ આવશ્યક અનાજ પર ૫ ટકા જી.એસ.ટી. લાદવાના નિર્ણયથી દેશના સમગ્ર વેપારીઓ વિરોધ વ્યક્ત કરી સરકાર સમક્ષ આંદોલન કરી રહ્યા છે. આ નિર્ણયથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.કેન્દ્ર સરકારે અનાજ કઠોળ, કૃષિ પેદાશોના પેકીંગ ગૂડ્ઝ પર ૫ ટકા જી.એસ.ટી. લાદતા તે સામે અંકલેશ્વરના વેપારીઓમાં તીવ્ર નારાજગી અને રોષ પ્રગટયો છે. આ અન્યાયી વધારો તાત્કાલિક પાછો ખેંચવા સરકાર સમક્ષ માંગણી કરી છે આગામી ૧૮મીથી જી.એસ. ટી. માં ૫ ટકાના વધારો ને સરકાર તરફ થી પરત ખેંચવામાં નહિ આવે તો અંકલેશ્વર વેપારી મંડળ દ્વારા ઉગ્ર હડતાળની ચીમકી ઉચ્ચારી હતી.
વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર