Skip to main content

Satya Tv News

સિંગાપુર ઓપન 2022માં ભારતીય બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ ધમાલ મચાવતા ખિતાબ પોતાના નામે કર્યો છે. બે વારની ઓલંપિક પદક વિજેતા પીવી સિંધુએ ફાઈનલમાં ચાઈનીઝ ખેલાડી જી યી વાંગને 21-9, 11-21, 21-15 પરાજય આપ્યો છે.

આ અગાઉ દુનિયા નંબર-7 બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ સેમીફાઈનલમં જાપાનની વરીય સાઈના કાવાકામીને હરાવી હતી. સિંધુએ સેમીફાઈનલમાં 21-15, 21-7 અંતરથી સરળતાથી જીતી લીધી હતી. જાપાની સ્ટાર કાવાકામની એક પણ વાર સિંધુ પર ભારે પડી શકી નહોતી

error: