Skip to main content

Satya Tv News

અંકલેશ્વર શહેર પોલીસે ઓનલાઈન જુગાર રમતા જુગારીની કરી ધડપકડ
અન્ય બેને વોન્ટેડ જાહેર કરાયા
રોકડા તેમજ ફોન મળી કુલ 60 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

અંકલેશ્વર શહેર પોલીસે સરગમ કોમ્પલેક્ષ પાછળ આવેલ ખુલ્લી જગ્યામાંથી ઓનલાઈન જુગાર રમતા એક જુગારીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા છે

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સરગમ કોમ્પલેક્ષ પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ઓનલાઈન વોટ્સએપમાં જુગાર રમાડતા એક જુગારીને ઝડપી પાડ્યો હતો અને રોકડા તેમજ ફોન મળી કુલ 60 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નવી દિવીની શિવ દર્શન સોસાયટીમાં રહેતો જુગારી વિશાલ ઠાકોર વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે બે જુગારીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: