મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119.15 મીટરે પહોચી
ડેમમાં 56, 190 ક્યુસેકપાણીની આવક
ડેમની જળ સપાટીમાં દર કલાકે 5થી સેન્ટિમીટર જળ સપાટી માં વધારો
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદથવાને કારણે નર્મદાડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે.સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119.15 મીટરે પહોચીછે.નર્મદાડેમમાં 56, 190 ક્યુસેકપાણીની આવકથઈ રહી છે.ડેમની જળ સપાટીમાં દર કલાકે 5થી સેન્ટિમીટર જળ સપાટી માં વધારોથઈ રહ્યો છે ડેમ સત્તાવાળાઓ ડેમની વધતી જતી સપાટી પર સતત ચાપતી નજર રાખી રહ્યા છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા ૧૫ દિવસથી વરસી રહેલા સાર્વત્રિકવરસાદને કારણે જળાશયોમાં પાણીની ધીંગી આવક થઇ છે અનેતેને પગલે રાજ્યનાં ૨૦૬ ડેમોઅર્ધા કરતા પણ વધુ ભરાઈ ગયાછે જેને કારણે જળસંકટ હળવું બની ગયું છે. છેલ્લા પાંચ વર્ષમાં જળાશયોમાં સૌથી વધુ જળસંગ્રહથયો છે. રાજ્ય સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ૨૦૨૦માં જળાશયોમાં ૭૨૧૬.૮ મીલીયનક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થયો હતો. ૨૦૨૧માં આ આંકડો ૫૬૭૪.૬ મીલીયન ક્યુબીક મીટર હતો. આ વખતે ૮૧૫૭.૪મીલીયન ક્યુબીક મીટર જળજથ્થો ડેમોમાં ઉપલબ્ધ થયો છે.
નર્મદા ડેમ સિવાયના ૨૦૬ જળાશયોમાં છેલ્લા ચાર દિવસમાંજ૧૮૦૬ મીલીયન ક્યુબીક મીટરપાણી ઠલવાયું છે. ૨૦૬માંથી ૩૬
જળાશયોમાં ૯૦ ટકાથી વધુ જળસંગ્રહ થઇ ગયો છે જ્યારે ૧૭ડેમોમાં ૮૦ થી ૯૦ ટકાની વચ્ચેજળસંગ્રહ છે. તમામ ૨૦૬જળાશયોને ધ્યાને લેવામાં આવેતો કુલ જળસંગ્રહ ૫૧.૬૧ ટકાથવા જાય છે. નર્મદામાં જળસંગ્રહ ૪૯.૭૭ ટકા છે. ૨૦૬માંથી ૨૫ ડેમો સંપૂર્ણ છલકાઈ ગયા છે અનેઓવરફલો થઇ ગયા છે. ૮ ડેમોમાં ૯૯ ટકા પાણી આવી ગયુંછે. મહત્વની વાત એ છે કે, કચ્છના ૨૦માંથી ૧૩ ડેમો ઓવરફલો થઇ ગયા છે, પોરબંદરના ૩, નવસારી અને રાજકોટના ૨-૨ અને નર્મદા, દેવભૂમિકા દ્વારકા, જામનગર, છોટા ઉદેપુર તથા તાપી જિલ્લાના૧-૧ ડેમ ઓવરફલો થયા છે.
રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા