હત્યારાઓએ ગઈકાલે રાત્રે સુઈ રહેલા પૂજારીનુ ગળુ કાપી નાંખ્યુ હતુ. તેમનો મૃતદેહ આજે મંદિરની બહારથી લોહીના ખાબોચિયામાં મળ્યો હતો.
લખનૌ જિલ્લાના ગામમાં આવેલા નટવીર બાબા મંદિરન પૂજારી ગઈકાલે રાત્રે પોતાની ઝુપડીની બહાર સુઈ રહ્યા હતા ત્યારે બદમાશોએ તેમના પર હુમલો કર્યો હતો. પૂજારીનુ નામ રાજેશ રાવત હોવાનુ અને તેમની વય 45 વર્ષ હોવાનુ જાણવા મળ્યુ છે.આજે સવારે લોહીથી લથપથ હાલતમાં તેમની લાશ મળ્યા બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી.
મંદિરના પૂજારીની હત્યાની આ બીજી ઘટના છે. તાજેતરમાં પીલીભીતમાં પણ પૂજારીની હત્યાનો મામલો સામે આવ્યોહ તો. આ પૂજારીની લાકડીઓ મારી મારીને હત્યા કરવામાં આવી હતી.આ મામલામાં એવુ કહેવાય છે કે, પૂજારી મંદિરમાં માસ ખાતો હતો અને દારુ પીતો હતો અને તેના કારણે નારાજ થયેલા કોઈએ તેની હત્યા કરી નાંખી હતી