અંકલેશ્વરમાં ATM તોડી ચોરીનો પ્રયાસ કરનારને LCBએ દબોચી લીધો
દેવું વધી જતા ચોરીનો પ્લાન ઘડયો હોવાની કેફિયત
અમીન પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં મધરાતે બે એટીએમ તૂટ્યા હતા
સીસીટીવી તેમજ સર્વેલન્સની મદદથી ઝડપાયો
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઉપર બે એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે ભરૂચ એલસીબીએ ઓ.એન.જી.સી.માં. ફરજ બજાવતા કર્મચારીને ઝડપી પાડ્યો છે.
અંકલેશ્વરના એફ.એમ. અમીન પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં આવેલા બેંક ઓફ બરોડાના એટીએમ મશીન તૂટ્યા હતા. મધરાતે આવેલા તસ્કરે બે મશીનના ડિસ્પ્લે અને કેશ દરવાજો તોડયા હતા. જોકે, કેશ ચોરીમાં તે નિષ્ફળ જતા નાસી છૂટ્યો હતો.
ભરૂચ LCB પી.આઈ. કે.ડી. મંડોરા, પોસઇ જે.એન.ભરવાડ, એમ.એચ.વાઢેર, એન.જી. પાંચાણી સહિત ટીમે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઓ.એન.જી.સી. કોલોનીમાં હાલ રહેતા મૂળ નાંદોદના યુવાનને હસ્તગત કરી લેવાયો હતો. આરોપી જીગ્નેશ છોટુભાઈ વસાવાએ પૂછપરછમાં પોતાના માથે દેવું ચઢી ગયું હોય એટીએમ તોડવાનો પ્લાન ઘડી કાઢ્યો હોવાની કેફિયત પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી.
જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર