Skip to main content

Satya Tv News

યુવક ચોરીનો મોબાઈલ વેચવા ફરતા પોલીસે ઝડપી પાડયો

પોલીસે આરોપીને જેલભેગો કરી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે ચોરીનો મોબાઈલ વેચતા ફરતા એક યુવાનને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર શહેર પોલીસની એક ટુકડી પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ગડખોલ પાટિયા વિસ્તારમાં એક યુવક ચોરીનો મોબાઈલ વેચવા ફરી રહ્યો છે તેના આધારે વોચ ગોઠવી રવિન્દ્ર સિંગ સુરેન્દ્ર સિંગ નામના યુવક ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી સેમસંગ કંપનીનો એક મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે બે મહિના અગાઉ આ મોબાઇલ બોરભાઠા ગામના એક મકાનના ધાબા પરથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: