સુરતના કતારગામ વિસ્તાર ની ઘટના
શ્રી જવેલર્સ ના હીરાના કારખાના માંથી 19 લાખ ના હીરા ચોરાયા
હીરા ચોરનાર દંપતીની કતારગામ પોલીસે ધરપકડ કરી
હીરા લેનાર દલાલની પોલીસે શોધખોળ હાથ ધરી
પોલીસે 8 લાખનો મુદામાલ કબ્જે કર્યો
સુરત ના કતારગામમાં હીરાના કારખાનામાં નોકરી કરતી મહિલાકર્મીએ 19 લાખના હીરાની ચોરી કરતા મામલો કતારગામ પોલીસમાં પહોંચ્યો હતો. જેમાં પોલીસે દંપતીની ધરપકડ કરી છે. દંપતીએ હીરાનો માલ મહિધરપુરાના હીરા દલાલ તેજસને વેચી માર્યો હતો. દલાલને શોધવા પોલીસે કવાયત શરૂ કરી છે.
સુરત ના કતારગામ ના વસ્તાદેવડી રોડ પર પટેલ ઈન્સ્ટ્રીયલમાં શ્રી જવેલર્સ નામના હીરાના કારખાના માંથી દોઢ મહિનામાં 19 લાખના હીરા ગાયબ થયા હતા. હીરા ના મળતા માલિકે તપાસ કરતા ડેટા એન્ટ્રી કરનાર મહિલા કર્મી એ હીરા ચોર્યા નો ખુલાસો થયો હતો .. આ અંગે કારખાનાના માલિક શૈલેષભાઈ છોટાળાએ કતારગામ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પ્રિયંકા વિક્કી સોલંકી અને તેના પતિ વિક્કી સોલંકીની ની ધરપકડ કરી હતી..મહિલાનો પતિ પણ જવેલરીનું કામકાજ કરે છે અને ચોરી માં તેમણે મહિલાને સમર્થન આપ્યું હતું. .મહિલાકર્મી પ્રિયંકા સોલંકી શ્રી જવેલર્સ નામના હીરાના કારખાના માં હીરા ટેઇલી કરવાનું અને હીરાની ડેટ્રા એન્ટ્રી સહિતની કામગીરી કરતી હતી.આ મહિલા એ દોઢ મહિનામાં કારખાનામાં હીરા ટેઇલી કરતી વખતે અલગ અલગ સમયે 31 કેરેટના 50 સેન્ટ વજનના 19 લાખના હીરા ગાયબ ચોર્યા હતા. કારખાનેદારે તપાસ કરતાં હીરા પ્રિયંકા સોલંકીએ ચોરી કરી પર્સમાં મુકી દીધા હોવાનું સામે આવ્યું હતું..હીરા ચોરી કરી કારખાને થી નીકળી. ત્યારબાદ મહિલાએ પોતાના ઘરે જઈ તેમના પતિને હીરા આપી દીધા હતા. પતિએ ચોરીના હીરા સસ્તા ભાવ માં મહિધરપુરાના હીરા દલાલ તેજસને વેચી દીધા હતા.ઘટના ને પગલે કતારગામ પોલીસે હીરા ચોરી કરનાર મહિલા તેમજ તેના પતિ ની ધરપકડ કરી હતી..
કતારગામ ના શ્રી જવેલર્સ નામના હીરાના કારખાના માંથી પ્રિયંકા નામની મહિલા એ વિશ્વાસ નો ગેરફાયદો ઉઠાવી ડેટા એન્ટ્રી માટે આવતા હીરા ચોરી કરી લીધા હતા..મહિલાએ પોતાના પતિ ને પણ આ વાત ની જાણ કરી હતી..જેથી બંને ચોરી માં સામેલ હોવાથી પોલીસે દંપતી વિરુદ્ધ ચોરી નો ગુનો નોંધી ધરપકડ કરી હતી.. પોલીસે પૂછપરછ દરમ્યાન ચોરી નું કારણ પૂછતાં તેમના પુત્ર ને બ્રેઇન હેમરેજ ની બીમારી ના નિદાન માટે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું..ચોરી કરાયેલ રકમ ના 8 લાખ પોલીસે કબ્જે કર્યા છે જ્યારે બે લાખ જેટલા રૂપિયા આરોપીઓ એ પોતાના ઘર ની હોમલોન માટે ભરી દીધા હિવાનું સામે આવ્યું છે ..જોકે હજુ સુધી હીરા ની ખરીદી કરનાર હીરા દલાલ તેજસ પોલીસ પકડ થી દુર છે..હાલ કતારગામ પોલીસે હીરા દલાલ તેજસ ને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા છે
વિડીયો જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત