અંકલેશ્વર AIA કોન્ફ્રાન્સ હોલ ખાતે યોજાય મેનેજીંગ કમિટીની બેઠક.
AIAના નવા પ્રમુખ તરીકે જશુભાઈ ચૌધરી
ઉપપ્રમુખ તરીકે હિંમત સેલડીયા અને હરેશ પટેલ જાહેર.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી બાદ પ્રમુખ પદ માટે સૌરાષ્ટ્ર લોબી અને મહેસાણા લોબી વચ્ચેની ખેંચતાણ બાદ અંતે મહેસાણા લોબીના જશું ચૌધરીના નામ ઉપર મહોર મારવામાં આવી હતી
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી. જે બાદ બુધવારના રોજ ઉદ્યોગ મંડળની વાર્ષિક સામાન્ય સભા મળશે. જેમાં પ્રમુખ તરીકેનો સત્તાવાર ચાર્જ સોપવાનો હોઇ આજરોજ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત માટે બેઠક યોજાઇ હતી. બેઠક પહેલા પ્રમુખનો તાજ કોને પહેરાવવો તે માટે સૌરાષ્ટ્ર લોબી અને મહેસાણા લોબી વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. ગત ટર્મમાં સૌરાષ્ટ્ર લોબીના રમેશ ગાબાણી પ્રમુખ બનતા આ વખતે મહેસાણા લોબીએ જોર વધાર્યું હતું. પ્રમુખ પદની રેસમાં જશું ચૌધરી, હિંમત શેલડિયા અને ચંદુભાઈ કોઠીયાના નામો બહાર આવ્યા હતા. અનેક ખેંચતાણ બાદ આજરોજ મિટિંગમાં અંતે જશું ચૌધરીના નામ ઉપર મહોર મારવામાં આવી હતી.
AIA ખાતે મળેલી મેનેજિંગ કમિટીના સભ્યોની બેઠકમાં સર્વાનુમતે નવા સુકાની તરીકે જશુભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી.આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે હિંમત શેલાડિયા તથા હરેશ પટેલ ,માનદ મંત્રી તરીકે ડો.વલ્લભ ચાંગાણી, મંત્રી તરીકે ડો.દેવશરણ સિંઘ તેમજ નિલેશ ગોંડલીયા ,તો ખજાનચી તરીકે નૈનેશ રાદડિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ગત સાંજ સુધી અનેક અટકળો વચ્ચે પ્રમુખ પદ માટે ત્રણ નામોની ચર્ચા હતી જેમાં જશુભાઈ ચૌધરી ચંદુભાઈ કોઠીયા તેમાં હિંમતભાઈ શેલડિયા નો સમાવેશ થતો હતો. પ્રમુખપદ માટે સૌરાષ્ટ્ર તેમજ મહેસાણા લોબીઓ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી હતી.જોકે બાદમાં મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઉદ્યોગ સમૂહના ભરચક પ્રયત્નો બાદ આગામી વર્ષ માટે પ્રમુખ તરીકે જશુભાઈ ચૌધરીના નામની મહોર લાગી હતી.
નોંધનીય છે કે જશું ચૌધરી હાલમાં ભાજપાના નોટિફાઇડ એરિયાના પણ પ્રમુખ છે. તેઓના નામની મહોર વાગ્યા બાદ આવતીકાલે મળનાર એ.જી.એમ. માં તેઓને સત્તાવાર ચાર્જ સોપવામાં આવશે. તેઓના નામની જાહેરાત બાદ સહુએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર