Satya Tv News

જી.સી.ઈ.આર. ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ધોરણ 1 થી 5 માં બાળમેળો તેમજ ધોરણ 6 થી 8 માં લાઈફ સ્કિલ આધારિત બાળમેળાની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી.

વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃતિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે, સહકાર, નેતૃત્વ, લોકશાહીની ભાવના, સાહસિકતા ખીલવણી થાય, સર્જનાત્મકતા અને મૌલિકતા વિકસે, સુષુપ્ત શક્તિઓ બહાર આવે, મનોસામાજિક માવજત થાય જેવી કે ધોરણ 1 થી 5 માં બાળવાર્તા,બાળવાર્તા આધારિત નાટક, માટીકામ, છાપકામ, કાતરકામ, ચીટકકામ, ચિત્રકામ, ગડીકામ, રંગપૂરણી, કાગળકામ, બાળ રમતો, એક મિનિટ, પઝલ્સ, હાસ્ય દરબાર, ગીત-સંગીત, ગણિત ગમ્મત, વેસ્ટમાંથી બેસ્ટ, વિજ્ઞાનના સાદા પ્રયોગો, વેશભૂષા વગેરે પ્રવૃતિઓ યોજવામાં આવી હતી.જયારે ધોરણ 6 થી 8 માં લાઈફ સ્કિલ બાળમેળા અંતર્ગત ફ્યુઝ બાંધવો, સ્ક્રુ લગાવવો, કુકર બંધ કરવું, ખીલ્લી લગાવવી, ટાયરનું પંચર રીપેર કરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુકસાન, આનંદમેળો, વસ્તુ સામગ્રી વેચાણ સ્ટોલ, બાળકોના વજન, ઊંચાઈ માપવી, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ તેમજ ગ્રીષ્મોત્સવ આધારિત શ્રીમદ્દ ભગવદગીતા શ્લોક,બાળગીત, આર્ટ એન્ડ ક્રાફટ, વાર્તા, કોડિંગ, હાસ્ય દરબાર, દેશી રમતો ક્યુ આર. કોડ ના માધ્યમથી બતાવવામાં આવી હતી. અંતે ટોક શો અન્વયે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી. અંતે બાળકોએ પ્રતિભાવો આપ્યા અને પધારેલ મહાનુભાવોએ પણ પ્રતિભાવો આપ્યા હતા. બાળકોને ખૂબ જ મજા પડી હતી. શાળાના આચાર્ય પારસબેન પટેલ, શિક્ષકગણ નિલેશકુમાર ડાહ્યાભાઈ સોલંકી, તેજસકુમાર રસિકભાઈ પટેલ, નિતેશકુમાર દામાભાઈ ટંડેલ એ બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું., એસ. એમ. સી અધ્યક્ષ વનીતાબેન ભરતભાઈ પટેલ તથા મધ્યાહન ભોજન સંચાલક આશાબેન પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

error: