Satya Tv News

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ મુદ્રા ડેનિમ કંપનીમાં થયેલ ચોરીનો મામલો
પોલીસે વધુ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા
કુલ 80 હજારના મુદ્દામાલની ચોરી કરી થઇ ગયા હતા ફરાર

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ મુદ્રા ડેનિમ કંપનીમાં થયેલ ચોરીનો મામલો પોલીસે વધુ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ મુદ્રા ડેનિમ કંપનીને ગત તારીખ-૧૬મી જુલાઈના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ તસ્કરો શ્રીનાથ કંપની દીવાલ કૂદી કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને કંપનીમાં રહેલ 20 ફૂટ લાંબી 45થી 50 જેટલી એસ.એસની પાઇપ મળી કુલ 80 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે અગાઉ પાંચ આરોપીને ઝડપી પાડ્યા હતા આ ચોરીમાં સંડોવાયેલ અને સચાનંદ હોટલ પાછળ રચના નગરમાં રહેતો સંજય મુકેશ ભરવાડ,મેહુલ ભીમા ભરવાડ,બચું ઉર્ફે મુકેશ ભરવાડ અને મોન્ટુ સિદ્ધેશ્વર પાસવાન તેમજ જગદીશ ભરવાડને ઝડપી પાડી ચોરી થયેલ તમામ મુદ્દામાલ સાથે મહિન્દ્ર થાર જીપ, ટેમ્પો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: