Satya Tv News

અંકલેશ્વર ગંદકીના ઢગલાને પગલે સ્થાનિકો હેરાન પરેશાન
સાથે સાથે રોગચાળાની ભીતિ સેવાઈ રહી
વિકાસની વાતો વચ્ચે ગંદકીની સાફ-સફાઈ કરવામાં અસમર્થ

અંકલેશ્વર ગડખોલ ગામની સુંદર રેસીડેન્સી અને વિનાયક સોસાયટી નજીક મુખ્ય માર્ગની બાજુમાં ગંદકીના ઢગલાને પગલે સ્થાનિકો હેરાન પરેશાન થવા સાથે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે

સ્વચ્છ ભારત મિશનની વાત ફક્ત કાગળ ઉપર હોવાની વાત અંકલેશ્વરના ગડખોલ ગામની સુંદર રેસીડેન્સી અને વિનાયક સોસાયટી નજીક ગંદકીના દ્રશ્ય સાથે સાર્થક થઇ છે છેલ્લા ઘણા સમયથી કચરો નહિ ઉપાડવામાં આવતા ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે આ અંગે અનેવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ જાતની સાફ-સફાઈ નહિ કરવામાં આવતા લોકો હાલ તો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે.આ સ્થળે આવેલ સોસાયટીમાંથી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવી રહ્યા છે ઉપરાંત મુખ્ય માર્ગ હોય આ માર્ગ ઉપરથી શ્રાવણ માસમાં હજારો પદયાત્રીઓ પૌરાણિક ગુમાનદેવ મંદિરે જતા હોય છે ત્યારે મીઠીમીઠી વાતો થકી પ્રજાને રીઝવવામાં માનતા ગ્રામ પંચાયતના સત્તાધીશો યોગ્ય પગલા ભરે તે અત્યંત જરૂરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતમાં વરસોથી સત્તા ભોગવતી કહેવાતી પેનલ વિકાસની વાતો વચ્ચે ગંદકીની સાફ-સફાઈ કરવામાં અસમર્થ રહી હોવાનું લાગી રહ્યું છે.

વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર

error: