વલસાડના કૈલાશ રોડ પર ઋષિકેશ એપાર્ટમેન્ટ, અહી એક કિશોર સ્કૂલે ન જવાની જીદ પકડીને બેઠો હતો. પણ પરિવારના સભ્યો તેની આ વાત માનવા તૈયાર ન હતા કારણ કે કિશોર છેલ્લા ઘણા સમયથી શાળાએ જવાની ના પાડતો હતો. માટે પરિવારે પણ શાળાએ જવું જ પડશે તેવુ કહ્યું હતું. બાદમાં ગુસ્સે ભરાયેલા કિશોરે હું શાળાએ નથી જ જવાનો કહી અપાર્ટમેન્ટના ત્રીજા માળેથી કૂદી ગયો હતો અને જમીન પર પટકાતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાદમાં તેણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે ટુંકી સારવાર બાદ મૃત ઘોષિત કર્યો હતો.