Satya Tv News

બાળકોએ માટીકામ,ચિત્રકામ,રંગપૂરણી,છાપકામ,કાગળકામ,
બાળરમતો સહિત અનેક પ્રવૃત્તિમાં ભાગ લીધો

     આમોદ તાલુકાની સુડી પ્રાથમિક શાળા માં બે દિવસીય બાળ મેળો તેમજ લાઈફસ્કીલ મેળો યોજાયો હતો.જેમાં ધોરણ ૧ થી ૫ના વિદ્યાર્થીઓએ બાળમેળા અંતર્ગત માટીકામ,ચિત્રકામ,રંગપૂરણી, છાપકામ,કાગળકામ,બાળરમતો, ગીત-સંગીત,વેસ્ટમાથી બેસ્ટ, વેશભૂષા જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

        ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ લાઈફસ્કીલ મેળા અંતર્ગત ફયુજ બાંધવો, કૂકર બંધ કરવુ,ખીલી લગાવવી,ટાયરનું પંચર બનાવવુ,બાળકોના વજન-ઉચાઈ માપવા,ટોક શો, આનંદમેળા જેવી વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓમાં ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.સમગ્ર બે દિવસ દરમિયાન તમામ શિક્ષકોએ બાળકોના જીવનમાં ઉપયોગી બને એવી પ્રવૃત્તિઓ કરાવી પ્રેરણા પૂરી પાડી હતી. આનંદમેળામાં એસ.એમ.સી. સભ્યો તથા વાલીઓએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યુ હતુ.શાળા ના આચાર્ય પટેલ રિજવાનાબાનુ દ્વારા તમામને અભિનંદન અને શુભકામના પાઠવવામાં આવી હતી.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા

error: