અંકલેશ્વર ઉદ્યોગ મંડળની વાર્ષિક સામાન્ય સભા મળી
ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે જશુ ચૌધરીએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો
પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત માટે મંગળવારે યોજાઇ હતી બેઠક
અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે જશુ ચૌધરીએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી. જે બાદ પ્રમુખ તરીકેનો સત્તાવાર ચાર્જ સોપવાનો હોઇ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત માટે મંગળવારના રોજ બેઠક યોજાઇ હતી. પ્રમુખ પદની રેસમાં જશું ચૌધરી, હિંમત શેલડિયા અને ચંદુભાઈ કોઠીયાના નામો બહાર આવ્યા હતા. અનેક ખેંચતાણ બાદ મિટિંગમાં અંતે જશું ચૌધરીના નામ ઉપર મહોર મારવામાં આવી હતી. ત્યાર બાદ આજરોજ ઉદ્યોગ મંડળની વાર્ષિક સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે સામાન્ય સભા બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે જશુ ચૌધરીએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો જેઓને એ.આઈ.એ.ના આગેવાનોએ શુભેછાઓ પાઠવી હતી જયારે પ્રમુખ તરીકે ચાર્જ સાંભળ્યા બાદ જશું ચૌધરીએ રહેણાંક અને ઇન્ડસ્ટ્રીઝ એરિયાના બિસ્માર માર્ગોને એક વીકમાં બનાવવા પ્રયાસ કરવા સાથે પાણીની સમસ્યા દુર કરવા ઉપરાંત તળાવને વધુ ઊંડું સહીત પ્રાથમિક સુવિધા આપવાની ખાતરી આપી છે.
વિડિઓ જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંક્લેશ્વર