દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવ્યા
મીડિયા સાથે વાતચીત કરતા એક મોટી ચૂંટણી લક્ષી જાહેરાત કરી
આપર્ની સરકાર ગુજરાતમાં બનશે તો 300 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવ્યા હતા અને તેમને મીડિયા સાથે વાતચીત કરતા એક મોટી ચૂંટણી લક્ષી જાહેરાત કરી દીધી હતી. અરવિંદ કેજરી વાલે કહ્યું હતું કે જો આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બનશે તો 300 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે.
સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયાને સંબોધન કરતા એક મોટી જાહેરાત કરી છે..અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો લોકોને 300 યુનિટ વીજળી ફ્રીમાં આપવામાં આવશે. આ ઉપરાંત 31 ડિસેમ્બર 2021 પહેલાના જેટલા પણ જુના બિલો છે તે બધા બિલોને ઝીરો કરી દેવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે વીજળી તો ફ્રીમાં આપવામાં આવશે જ પરંતુ સાથે સાથે 24 કલાકમાં એક પણ વખત વીજળી કટ થશે નહીં. તો બીજી તરફ દારૂબંધી અને મોંઘવારીને લઈને પણ અરવિંદ કેજરીવાલ દ્વારા ભાજપ સરકાર પર આક્રમક પ્રહારો કરવામાં આવ્યા હતા.
વિડિઓ જર્નલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત