Skip to main content

Satya Tv News

અંકલેશ્વર મહાવીર ટર્નીંગ પાસે આવેલ સિગ્નેચર હાઈટ્સ બિલ્ડિંગની ઘટના
મોબાઈલ ફોન ઉપર વાત કરતો કામદાર નીચે પટકાયો
ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું

અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ પાસે આવેલ સિગ્નેચર હાઈટ્સ બિલ્ડિંગના બેઝમેન્ટમાંથી મોબાઈલ ફોન ઉપર વાત કરતો કામદાર નીચે પટકાતા તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું

મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ પાસે આવેલ સિગ્નેચર હાઈટ્સ બિલ્ડિંગ રહેતો સંજય રામનરેશ ચૌહાણ કોન્ટ્રાક્ટર તરીકે બિલ્ડીંગનું કામદારો મારફતે બાંધકામ કરી રહ્યા છે જેઓની બિલ્ડીંગ ખાતે રહેતો ૩૦ વર્ષીય કામદાર બ્રિજેશ રામાનંદ ચૌહાણ ગત રોજ રાતે પોતાના મોબાઈલ ફોન ઉપર બેઝમેન્ટ ખાતે વાત કરતો હતો તે દરમિયાન તે અચાનક નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું બનાવ અંગે શહેર પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

વિડિઓ જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: