Satya Tv News

અંકલેશ્વર માંડવા ગામના કુખ્યાત બુટલેગરનો દારૂનો જથ્થો ઝડપાયો

પોલીસના દરોડાને પગલે કુખ્યાત બુટલેગર થઇ ગયો હતો ફરાર

કુલ ૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

અંકલેશ્વરના માંડવા ગામની તલાવડી પાસેથી કુખ્યાત બુટલેગરનો વિદેશી દારૂનો જથ્થો એલ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વરના માંડવા ગામના રોડ ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે જીતુ સોમા વસાવા પોતાની મોપેડ નંબર-જી.જે.૧૬.ડી.એફ.૦૮૧૩ ઉપર ગામની તલાવડી વગામાં વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે બાતમી વાળી જગ્યા ઉપર દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે કુખ્યાત બુટલેગર ફરાર થઇ ગયો હતો જયારે પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૫૪ નંગ બોટલ મળી કુલ ૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર

error: