Satya Tv News

અંકલેશ્વર જી.આઇ.ડી.સી વસાહતના મુખ્ય માર્ગો ઉપર મસમોટા ખાડા
વાહન ચાલકો સાથે સ્થાનિક ઉદ્યોગોને પણ હાલાકી
ઉધોગકારોએ ખાડાઓ બાબતે મચાવી બૂમરાણ

અંકલેશ્વર જી.આઇ.ડી.સી વસાહતના મોટાભાગના મુખ્ય માર્ગો ઉપર મસમોટા પડી ગયેલા ખાડાઓને પગલે વાહન ચાલકો સાથે સ્થાનિક ઉદ્યોગોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર નોટીફાઇડના રહેણાક વિસ્તારમાં મુખ્યમાર્ગો અંત્યંત બિસ્માર હાલતમાં છે જે બિસ્માર માર્ગને લઇ અનેકવાર સ્થાનિકોએ રજૂઆત કરવા સાથે દેખાવો કરવામાં આવ્યા હતા પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલા લેવાને બદલે આશ્વાસન જ આપવામાં આવ્યું હોવાની બુમરાણ ઉઠી હતી હાલ અંકલેશ્વર ઔધોગિક વસાહતના ઉધોગકારોએ પણ વસાહતના આંતરિક રસ્તાઓને જોડતા મુખ્યમાર્ગો ઉપર પડી ગયેલા ખાડાઓ બાબતે બૂમરાણ મચાવી દીધી છે એશિયન પેઈન્ટ ચોકડીથી ફિકોમ ચોકડી વચ્ચેનો મુખ્યમાર્ગ, કનોરિયા ચોકડીથી ઇન્ડોકેમ કંપનીને જોડતો માર્ગ, ઇએસઆઇસી હોસ્પિટલથી મેઘમણી ચોકડી સુધીનો માર્ગ અંત્યંત ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે માર્ગને બદલે હાલ પૂરું પેચવર્કથી તંત્ર કામ ચલાવે તેવી લોક માંગ ઉઠી છે.

વિડિઓ જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: