Satya Tv News

સોમવારે સાંજે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ધીરે ધીરે કરીને મોતનો આંકડો બુધવારે સવાર સુધીમાં 41 પર પહોંચી ગયો છે. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 41 લોકોનાં મોત થયા છે. જ્યારે 117 લોકો સારવાર હેઠળ છે. જેમાં 80 લોકો ભાવનગરમાં સારવાર હેઠળ છે અને 37 લોકો અમદાવાદમાં સારવાર હેઠળ છે. ગોડાઉનના એક કર્મચારીથી લઈને બુટલેગર સુધી પહોંચેલા કેમિકલે ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. પોલીસે અત્યાર સુધીમા આ કેસમાં કુલ 14 આરોપીની ધરપકડ કરી છે. બોટાદમાં ઝેરી દારૂકાંડથીગુજરાત હચમચી ઉઠ્યું છે. અને ઝેરી દારૂકાંડની ઘટના બાદ રાજ્યભરમાં પોલીસ દોડતી થઈ ગઈ છે.

ઝેરી દારૂકાંડ કહો કે, કેમિકલ કાંડ પણ અત્યાર સુધીમાં 41 લોકો મોતને ભેટ્યા છે. જો વિગતે વાત કરીએ તો રોજિદ ગામમાં 10 ,દેવગાણા ગામમાં 5,ચંદરવા, અણિયાળી, આકરુ અને રાણપરી ગામે 3-3 લોકોના મોત થયા છે. બીજીતરફ ઊંચડી, કુદડા વહીયા અને પોલારપુરમાં 2-2 લોકોનાં મોત થયા છે.જ્યારે સુંદરિયાણા, ભીમનાથ, ખરડ અને વેજળકામાં 1-1નું મોત થયું છે. જ્યારે 117 લોકો હાલ સારવાર હેઠળ છે.

error: