અંકલેશ્વર રોડની બાજુમાં જમા થયેલ વરસાદી પાણીમાં ડૂબ્યો વ્યક્તિ
ડૂબતા વ્યક્તિનું ફાયર ફાયટરો દ્વારા કરાયું રેસ્ક્યુ
વ્યક્તિને ૧૦૮ સેવાની મદદ વડે તેને સારવાર માટે ખસેડ્યો
ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર છાપરા પાટિયા પાસે રોડની બાજુમાં જમા થયેલ વરસાદી પાણીમાં ડૂબતા વ્યક્તિને ફાયર ફાયટરોએ રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડ્યો હતો
ભરૂચના અંકલેશ્વર-ભરૂચનાં સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ રોજની જેમ આજે સાયક્લિંગ માટે નીકળ્યા હતા જેઓ ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર છાપરા પાટિયા પાસેથી પસાર થતા હતા તે દરમિયાન ત્યાં માર્ગની બાજુમાં જમા થયેલ વરસાદી પાણીમાં એક યુવાન ડૂબતા તેઓએ જોતા તેઓએ તાત્કાલિક ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્કયુ ઓપરેશન હાથ ધરી ડૂબી રહેલ અજાણ્યા યુવાનને બહાર કાઢી ૧૦૮ સેવાની મદદ વડે તેને સારવાર માટે ખસેડ્યો હતો યુવાન અસ્થિર મગજનો હોવા સાથે પગ ધોવા જતા લપસી જવાથી વરસાદી પાણીના પડી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર