Satya Tv News

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપરથી રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો વિદેશી દારૂ
દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા
1400 ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપરથી રેલ્વે પોલીસે બે ઇસમોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા

ભરૂચ રેલ્વે પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપર પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન જયપુર એક્સપ્રેસ ટ્રેન આવતા તેમાંથી ઉતાવળે ઉતાવળે ઉતરી એક ઇસમ જઈ રહ્યો હતો જેને પોલીસે અટકાવી તેની પાસે રહેલ બેગમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કોસંબાના મોટા મંદિર પાસે રહેતો બજરંગ હજારીલાલ મીનાને ઝડપી પાડ્યો હતો જયારે આવી જ રીતે જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરીને જતા એક ઈસમને અટકાવી તપાસ કરતા તેના બેગમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી પોલીસે પાનોલી ગામની પંચાયત કચેરી પાસે રહેતા મહેન્દ્રસિંહ રમેશચંદ્ર ચૌધરીને ઝડપી પાડ્યો હતો અને બંને ઈસમો પાસેથી ૧૪૪૫નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: