Satya Tv News

બનાસકાંઠામાં લમ્પી વાયરસે કહેર મચાવ્યો છે.દિવસ જાય તેમ સંક્રમણ વધી રહ્યુ છે તો બીજી તરફ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં વધુ 12 પશુઓના મોત થતા મૃત્યુઆંક 63 થયો. વધુ 24 ગામના પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત થયા છે. પશુઓ લમ્પી વાયરસની ઝપેટમાં આવતા દૂધની આવકમાં ઘટાડો થવા પામ્યો છે. બનાસકાંઠા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા 1 લાખ 25 હજાર 58 પશુઓનું રસીકરણ કરાયુ છે.

ગુજરાતમાં લમ્પી વાયરસના કારણે અબોલ જીવ પર અણધારી આફત આવી ચડી છે. પશુઓના ટપાટપ મોત થતાં સ્થિતિને કાબૂમાં લેવાના પ્રત્યનો અંગે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પ્રેસ યોજી માહિતી આપી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના 20 જિલ્લાના 1935 ગામોમાં લમ્પી વાયરસ દેખાયો છે. આ વાયરસના ભરડામાં અત્યારે સુધી 1431 પશુઓ મોતને ભેટયા છે. ગુજરાતમાં 54161 પશુઓમાં લમ્પી વાયરસે દેખાડો દીધો છે. રાજ્યમાં કુલ 8.17 લાખ પશુઓમાં વેક્સિનેશન થયુ છે જ્યારે સૌથી વધુ કચ્છમાં 37414 પશુઓ વારયસ ગ્રસ્ત થતાં પશુપાલકોમાં હાહાકાર મચ્યો છે.

આ તરફ આણંદ જિલ્લામાં લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ 30 થી વધુ પશુઓમાં લમ્પી શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. જેમાં બોરસદ, ખંભાત, પેટલાદના 30 પશુઓમાં લમ્પી લક્ષણો દેખાયા છે. જોકે મહત્વની વાત તો એ છે કે, જિલ્લામાં હજી 6 માસ પૂર્વે જ પશુઓનું રસીકરણ કરાયું હતું. આ તરફ હવે બોરસદમાં 10, પેટલાદમાં 11 અને ખંભાતમાં 9 પશુઓ શંકાસ્પદ લક્ષણો જણાતાં તમામ પશુઓના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.

error: