Satya Tv News

ભરૂચથી મુંબઈ તરફ જતી 6 ટ્રેનોને જે તે સ્ટેશને રોકી દેવાઈગુડ્ઝ ટ્રેનના પૈડાની એક્સેલ જામ થઈ જતા ગરમ થઇ આગ ભભૂકી ઉઠી હતી.ભરૂચ સુરત રેલવે સેક્સન વચ્ચે બુધવારે મોડી રાતે વડોદરાથી સુરત તરફ જઈ રહેલી ગુડ્ઝ ટ્રેનના વ્હીલમાં એકાએક આગ ભભૂકી ઉઠતા અપ લાઈનનો ટ્રેન વ્યવહાર દોઢ કલાક સુધી ખોરવાઈ ગયો હતો.વડોદરા રેલવે સ્ટેશનથી ગુડ્ઝ ટ્રેન રાતે સુરત તરફ જઈ રહી હતી. માલગાડી પુરપાટ વેગે ભરૂચ સ્ટેશન વટાવ્યા બાદ અંકલેશ્વર તરફ આગળ વધી રહી હતી.અંકલેશ્વર સુરત રેલવે સ્ટેશન વચ્ચે રાત્રીના 11 વાગ્યાની આસપા અચાનક ચાલતી માલગાડીના વ્હિલમાં આગે દેખા દીધી હતી. ઘટના અંગે ટ્રેનના ડ્રાઈવર અને ગાર્ડને જાણ થતાં તુરંત ટ્રેનને રોકી દેવામાં આવી હતી.ગુડ્ઝ ટ્રેનના વ્હિલમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરાતા તંત્ર દોડતું થયું હતું. વડોદરા-મુંબઈ મેઇન અપ લાઈન ઉપર જ બનાવ બન્યો હોય અન્ય 6 પેસેન્જર ટ્રેનોને જે તે સ્ટેશને અટકાવી દેવામાં આવી હતી.રેલવે તંત્ર દ્વારા ગુડ્ઝ ટ્રેનના ક્ષતિગ્રસ્ત થયેલા વ્હિલની એક્સેલને બદલી 12.35 કલાકે ખોરવાઈ ગયેલો અપ લાઈનનો ટ્રેન વ્યવહાર ફરીથી શરૂ કરાયો હતો. વ્હીલની એક્સેલ જામ થઈ જતા ઘર્ષણને લીધે એક્સેલ ગરમ થવાથી આગ ભભૂકી ઉઠી હોવાનું બજાર આવ્યું હતું.બનાવને લઈ ભરૂચથી મુંબઈ તરફ જઈ રહેલી પોરબંદર હાવડા એક્સપ્રેસ, ઓખા-મુંબઈ સૌરાષ્ટ્ર મેઈલ, ભુજ-પુણે એકસપ્રેસ, અમદાવાદ-બાંદ્રા લોકશક્તિ એક્સપ્રેસ, અમદાવાદ-ચેન્નાઇ નવજીવન એક્સપ્રેસ અને અમરાપુર અરવલ્લી એક્સપ્રેસ એક કલાક સુધી વિલંબિત થઈ હતી.

error: