Satya Tv News

ઈથોપિયન એરલાઈન્સ દ્વારા અદીસ અબાબાથી આવતા એક મુસાફર પાસેથી 9.590 કિલો વજનનું હેરોઈન અને કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. તેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારી અનિલ કુમારના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.

ચેન્નાઈ એર કસ્ટમ્સ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, 11 ઓગસ્ટના રોજ ઈથોપિયન એરલાઈન્સ દ્વારા અદીસ અબાબાથી પહોંચેલા ભારતીય મુસાફર ઈકબાલ બી.ઉરંદાદીને AIU અધિકારીઓએ રોક્યો હતો. તેમની પાસેથી 9.590 કિલો વજનનું હેરોઈન અને કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું અને તેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે.

error: