અંકલેશ્વર GIDCમાં બાઈક ચોરીનો મામલો
યુનિયન બેંકની લુંટમાં સંડોવાયેલ આરોપીએ બાઈક ચોરી કરી હોવાનું કબુલ્યું
આરોપીની પોલીસે સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કરી અટકાયત
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની સોલેનીશ કેમિકલ કંપનીના ગેટ બહારથી બાઈક ચોરીના મામલામાં બેંક લુંટના આરોપીની પોલીસે સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે
ગત તારીખ-૪થી ઓગસ્ટના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની સોલેનીશ કેમિકલ કંપનીના ગેટ બહાર સારંગપુર વિસ્તારમાં આવેલ અંજની ધારા સોસાયટીમાં રહેતા પવન રમેશચંદ્ર ગુપ્તાની બાઈકની ચોરી થઇ હતી આ ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન યુનિયન બેંકની લુંટની ઘટનામાં સંડોવાયેલ લક્ષ્મણ નગરમાં રહેતો મનીષકુમાર નરેશ બંડેશ્વરી મંડલે બાઈકની ચોરી કરી હોવાનું કબૂલ કરતા પોલીસે તેની અંકલેશ્વર સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે
વિડિઓ જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર